#દેખાવો_વિચારવા_જેવો_એક_વિચાર_Post_3
•આજે આપણા દેશ અને સમાજમાં સેવાના નામે જે દેખાવો થઈ રહ્યો છે તેવા લોકોએ સેવારૂપી મહાન પુરુષ એવા આપણા મોદી સાહેબનું જીવનચરિત્ર વાંચવાની જરૂર છે,જેથી તેમને ખ્યાલ આવે કે સમાજ અને દેશસેવા ફક્ત દેખાવાથી નથી થતી.
•મિત્રો,"નરેન્દ્ર દામોદરદાસ મોદી"આ નામ આપણે ક્યાંકને ક્યાંક જાણીએ છીએ,કેમકે તે આપણા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી છે.
•આજે એટલે કે ૧૭-સપ્ટેમ્બર એટલે જનતાની સેવામાં હંમેશ અગ્રસર રહેતા મોદી સાહેબનો જન્મદિવસ છે.આવો અનેરો અવસર ભારતમાતા માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ ચૂક્યો છે.
•આપણે સૌ જાણીએ છીએ કે,આપણો દેશના ઈ.સ૧૯૪૭માં આઝાદ થયો ત્યારથી કરીને ૨૦૧૪ સુધી આપણા દેશનું શાસન કોંગ્રેસ સરકાર પાસે હતું.
•નો ડાઉટ તે વખતના ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી કાય્રકાળ સારો હતો,પરંતુ ભારતવર્ષમાં વર્ષ-૨૦૧૪ એટલે ભારતના ઐતિહાસિક વર્ષોની શરૂઆતનું વર્ષ.
•આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશસેવાના હવનમાં પોતાની જીંદગીરૂપી આહૂતિ હોમીને ભારતને આજે વિકસિત દેશોની સરખામણીમાં ઊભો કરી દીધો છે.
•ઈ.સ.૧૯૫૦માં ભગવાને આપણા ભારતમાતાના મસિહા બનાવીને મોદી સાહેબને મોકલેલા છે.મોદી સાહેબે જ્યારથી કેન્દ્રની બાગડોળ પોતાના હાથમાં લીધી ત્યારથી ભારતમાં ચાલતા વર્ષો જૂના કામોને અને નિર્ણયોને અંતિમ ઓપ આપવામાં આવતા આવ્યા છે.
•તે પછી ગંગા સફાઈ અભિયાન,કાશ્મીરનો સ્પેશ્યલ એક્ટ,રામભૂમિનો ચૂકાદો,ત્રણ તલાકનો ચૂકાદો,પાકિસ્તાન ઊપરની સર્જિકલ સ્ટ્રાઈક,આપણા વિંગ કમાન્ડરને પાછો લાવવો,દેશની સીમા સુરક્ષા માટે મોટું બજેટ ફાળવવું,કાળું નાણું ભારતમાં લાવવા માટેનો એક અદ્ભુત પ્રયાસ હોય કે કોરોનાવાયરસથી દેશને બચાવવા સૌથી પહેલું અને મોટું લોકડાઊન હોય.આ તમામે તમામ મોદી સાહેબની દેશ પ્રત્યેની અને દેશની જનતા પ્રત્યેની સેવાભાવના જોવા મળે છે.
•હું અહીં ફક્ત મોદી સાહેબના નામથી તેના વખાણ નથી કરતો,પણ તેના દેશ પ્રત્યેના કામોના કારણે આજે તે આટલાં હક્કદાર છે કે દેશની જનતા તેમનું સન્માન કરે.
•આજ સવારથી બધા સોશિયલ મીડિયામાં મોદી સાહેબના જન્મદિવસને એક ઉત્સવની જેમ મનાવવામાં આવી રહ્યો છે,તો તે ઉત્સવમાં હું એક લેખક તરીકે જોડાઈ તેમના વિશે થોડા શબ્દો લખું તો તે મારા માટે એક ગર્વની વાત કહેવાય.
•આજે મોદી સાહેબ ૭૦ વર્ષના થયા તો ભગવાનને એ જ પ્રાર્થના છે કે,આવા મહાપુરુષને આજીવન યશસ્વી બનાવે.
જય ભારત
-જયરાજસિંહ ચાવડા