Gujarati Quote in Poem by તેજસ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખોમાં ભરી સપનાં નવા,
મનમાં ભરી સાહસ જોરદાર,
આવી છે અલગ રૂપમાં આજની સવાર....

વીતેલા કાર્યોનો ઉતારી થાક,
નવા #વિજય માટે નીકળ તું બહાર,
આવી છે અલગ રૂપમાં આજની સવાર....

પક્ષી ને પાંદડા, કહે છે સંદેશો તને,
ભૂલી જા કાલને, એ જતી રહી યાર,
આવી છે અલગ રૂપમાં આજની સવાર....

હતું હાથવગું પણ છો ને ના મળ્યું,
હાથમાં છે તારા એનો માન તું આભાર,
આવી છે અલગ રૂપમાં આજની સવાર....
- તેજસ
#વિજય

Gujarati Poem by તેજસ : 111571687
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now