સાત્વિક ફૂડની આવરદાનું રમૂજ...
આજે વામકુક્ષીનાં અવકાશ દરમિયાન ચતુષ્કોણીય વિદ્યુત સંચાલિત રંગપટલ પર ચક્રાકાર સાધનના માધ્યમથી ટાટાવાદળસમૂહનાં ઉપગ્રહસંચાલિત મનોરંજનમંચ પર સાત્વિક આહાર વિષે જ્ઞાનવર્ધક કાર્યક્રમ આવતો હતો.
વ્યવહારુ ગુજરાતીમાં કહું તો,
લંચબ્રેકમાં દસ-પંદર મિનિટ આરામ કરવાના સમયે ટીવીમાં ટાટાસ્કાય પર સાત્વિક ફૂડનો પ્રોગ્રામ આવતો હતો.
મને સહજ કુતૂહલ થયું કે, આ સાત્વિક ફૂડની આવરદા કેટલી?
આઈ મીન શેલ્ફ લાઈફ શું હોતી હશે એની?
તેનામાં પોષકતત્ત્વો કેટલાં દિવસ સુધી જળવાઈ રહેતાં હશે?
ત્યારેજ મારાં અંતરાત્મામાંથી અવાજ આવ્યો,
" ઓગણપચાસ દિવસ....! "
- પંકિલ દેસાઈ