Gujarati Quote in Poem by Parmar Narvirsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

〰️
*બાળપણનું ફળિયુ* ખોવાયુ
ને રમતો *હુ* એ *આંગણુ* ખોવાયું

નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી કેમકે
રસોડામાં રમતું એ *પાણીયારુ* ખોવાયું

બધી મળી *બેડરૂમ* માં સગવડ પણ મીઠી નિંદર માણતો એ *ઘોડીયું* ખોવાયું

નથી રે આવતું લુંછવા *આંસુ* કોઈ ને મારી *"મા"* લૂંછતી એ *ઓઢણુ* ખોવાયું

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
જયારે કિલોમીટર દોડાવતુ એ મારુ *પૈડુ* ખોવાયું

બત્રીસજાતના *ભોજન* કયા ભાવે છે..
*ગોળ ઘીનું એ ચુરમુ* ખોવાયુ

મારવા પડે છે દ્વારે *ટકોરા* હવે કેમ કે સીધો જાતો એ ખુલ્લુ હવે *બારણું* ખોવાયું

નથી ભૂંસી શકતો લખેલુ આ *કાગળનું* ને *દફ્તર* ની એ મારી *પેન ને પાટીયું* ખોવાયું

હજારો દોસ્તો છે
*ફેસબુક ને વોટસએપ* માં પણ

*લંગોટીયા યાર* સાથેનુ મારું આખેઆખું *ગામડું* ખોવાયુ !!

*જય શ્રી કૃષ્ણ*😊
🌹🌹🌹🌹🌹

Gujarati Poem by Parmar Narvirsinh : 111571346
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now