Gujarati Quote in Poem by Bhavik Prajapati

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જખ્મો અસંખ્ય સહેલા છે,
છતાં થાક્યો નથી તું
અવરોધ અગણ્ય આવેલા છે,
પણ ડગ્યો નથી તું,

વણથંભી સફળતાનો માલિક હતો,
પણ છક્યો નથી તું,
નિષ્ફળતાના સાગરમાં ડૂબ્યો જ્યારે,
છતાં તરી ગયો તું,

અનંત આનંદની પરિભાષા હતો,
છતાં બહેકયો નથી તું,
મુશ્કેલીની વણઝારમાં પણ ફસાયો,
પણ મૂંઝાયો નથી તું,

અવિરત પરિશ્રમ કરેલા છે તે,
પણ નમ્યો નથી તું,
સમયના ચક્રવ્યૂહની ઝપટમાં હતો,
છતાં ઝુક્યો નથી તું,

મંજુર નથી ખુશ રહેવું દુનિયાને,
પણ જરાય ભૂલમાં નથી તું,
આજ કોઈ ખોટી વાત કરે,
એમાં કેમ હારી ગયો તું,


સંજોગ હતો એ કુદરતનો,
કેમ સમજતો નથી તું,
રસ્તા નથી બદલાતા એક વળાંકમાં,
કેમ અજાણ્યો બને છે તું,

જિંદગીનો દુઃખદ પડાવ હતો એ,
ભૂલી જજે તું,
બરબાદ થાય છે આમ જ જીવન,
મૂર્ખ ના બનીશ તું,

ઉદગમ હોય છે એક નવા કિરણનો,
જાણી લેજે તું,
યોદ્ધાના પરિશ્રમ કર #વિજય માટે,
લડવૈયો છો ,હાર્યો નથી તું.

#વિજય
#છેલ્લા_પગલે_હાર_માની_લેતા_ને_સમર્પિત


"હાર્યો નથી તું"
by
- ભાવિક પ્રજાપતિ

Gujarati Poem by Bhavik Prajapati : 111571267
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now