#દુષ્ટ
મગજ ના એ દુષ્ટ વિચાર ને માત આપી,
હું તારી શરણ એ બેઠી કાન્હા....
નિષ્ફળતા ના બોજ માં દબાય જતા,
સફળતા ન આંબી શકવાના પ્રયાસો થી
મળેલી હાર સાથે ઘણા યુદ્ધ બાદ,
આવતા મગજ ના એ દુષ્ટ વિચાર ને માત આપી,
હું તારી શરણ એ બેઠી કાન્હા....
હારી ચુકી છું જિંદગી સામે
'ને મારા જીવ થી પ્યારા સંબંધો સામે
ત્યારે દુઃખ સાથે થોડી લડત બાદ,
આવતા મગજ ના એ દુષ્ટ વિચાર ને માત આપી,
હું તારી શરણ એ બેઠી કાન્હા....
જિંદગી જે જીવવી હતી,
તે જીવતા વેંત મરતી જો'તા
મળેલા સંપૂર્ણ નાશ બાદ
આવતા મગજ ના એ દુષ્ટ વિચાર ને માત આપી,
હું તારી શરણ એ બેઠી કાન્હા....
-પર્લ મહેતા "યાકિ"
IG: @hetna_moti