માઇક્રોફિકશન
સાચી ગિફ્ટ
કાલિદાસનું ‘અભિજ્ઞાનશાકુંતલ‘ ના વાંચ્યા પહેલા નીરવ અને અવનીનો ઝઘડો એ બાબતે હતો કે નીરવ પોતાના ઓફિસના કામમાં અવનીને સમય આપી શકતો નથી કે તેના માટે કોઈ ગિફ્ટ પણ લાવતો નથી.પણ આજ તો એ ફરિયાદને અવકાશ ના રહ્યો.કેમકે અવનીને એ વાતની હકીકત સમજાઈ ગઈ કે,ઘણીવાર જીવનમાં પ્રિય વ્યક્તિને રોજ સમય આપવા કરતાં,તેને ખરા સમયે આપેલો સાથ જ સાચી ગિફ્ટ છે.
-ડૉ.સરિતા (માનસ)