# અસ્પષ્ટ...
દરેકની સેલ્ફિમાં દેખાતા બધાના મોઢા તો સ્પષ્ટ જ છે.
પણ ખૂબી એ વાતની છે કે એજ મોઢા સન્મુખ આવતા જ પાછા અસ્પષ્ટ છે.
મોંઘેરા એન્ડ્રોઇડ ફોન ના કેમેરાના લેન્સ તો સ્પષ્ટ જ છે.
પણ તકલીફ તો ભગવાને બનાવેલ લેન્સમાં જ છે,કેમ કે
ત્યાં પાછા એજ ચહેરા અસ્પષ્ટ છે.
મંદિર , મસ્જિદ કે ચર્ચ માં પ્રભુને પ્રણામ તો બધાંના સ્પષ્ટ છે.
પણ તકલીફ એ છેને કે પ્રભુની સામે પ્રણામ ના બદલામા માંગવામા આવતી માંગણીઓ અસ્પષ્ટ છે.
આજની દુનિયામાં ચહેરા તો બધાના અદભૂત સ્પષ્ટ છે.
પણ વાંક તો મન નો છે કેમકે એ મન બધાના અસ્પષ્ટ છે.
લી. અંકિત કે ત્રિવેદી
#અસ્પષ્ટ