💘ઘાયલ મન 💘
સૂના વનમાં જાણે પંખી ટહુક્યું,
જ્યારે તમારું આગમન થયું.
કોમળ પુષ્પાે જેવું આ મનને,
જાણે કોઈ તીર આરપાર થયું.
થયા ઘાયલ તમારી આભા થકી,
જાણે પૂનમથી વાદળ થયું.
કલરવ છોડી પંખીઓ થંભી ગયા,
ત્યારે જાણે નિષ્ઠુર ઝાંઝર થયું.
રોમ રોમ સૃષ્ટિ કરે નર્તન ને,
આ 'માનસ' નું જ મન ઘાયલ થયું
- ડૉ.સરિતા(માનસ)