અસ્પષ્ટતા ત્યાં જ હોય,જ્યાં સંબંધો અસ્પષ્ટ હોય,
સ્પષ્ટ હોય ત્યાં કયાં કાંઈ કહેવાની પણ જરુર હોય છે,
અસ્પષ્ટતામાં પુરાવા આપીએ એટલા ઓછા પડે,
સ્પષ્ટતા તો કાંચ જેવી હોય,જે હોય એ આરપાર દેખાય,
અસ્પષ્ટ સામે આંગળીઓ ચિંધાય વારંવાર,
સ્પષ્ટ તો સુયઁ સમાન હોય, જયાં નજર પણ ના મિલાવાય,
અસ્પષ્ટ અસ્પૃઁશ્ય જેવું હોય,જે જીવનને ગેરમાગેઁ દોરે,
સ્પષ્ટ એ સ્પૃઁશ્ય જેવું છે અંધકાર ને મિટાવે,
અસ્પષ્ટતા સત્યને પણ મેલી કરી દે,
સ્પષ્ટતા અસત્યને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય છે,
અસ્પષ્ટ જીવન ને પુણઁતાથી ખીલવા નથી દેતી,
જયારે સ્પષ્ટ જીવનનો સંપુણઁ વિકાસ કરે છે.
#અસ્પષ્ટ