સહેલુ છે ગાડરિયા પ્રવાહ મા તણાતા રહેવુ
સામા પ્રવાહે ચાલી ને જવુ અઘરુ છે ઘણુ
સહેલુ છે બધાના રંગ મા રંગાઇ જવુ
બધા રંગો મા પોતાનો રંગ રાખવો અઘરુ છે ઘણુ
સહેલુ છે મીઠા શબ્દો બોલી પ્રિય બની જવુ
સત્ય બોલી અળખામણુ થવુ અઘરુ છે ઘણુ
સહેલુ છે ફૂદાં બની રોશની પાસે બબણતા રહેવુ
આગિયો બની ખુદ રોશન થવુ અઘરુ છે ઘણુ
સહેલુ છે માત્ર આનંદ કરવા માટે જીવવુ
જીવન સાથૅક કરવા જીવવુ અઘરુ છે ઘણુ
- ફાલ્ગુની મૌયૅ દેસાઈ
' જીંદગી'