#અસ્પષ્ટ
અસ્પષ્ટ દેખાય બધું મને ચશ્મા વગર
ચશ્મા માં છે અનેક પ્રકાર ના
એક તો છે ચશ્મા આંખ ના
જો શીખીએ વાત ચશ્મા આગળ થી તો તે છે ખૂબ
ગહન હું અહીં કોશિશ કરું છું સમજાવવા ની
ચશ્મા...
ખરું છે ચશ્મા નું પણ યારો,
અસ્પષ્ટ દેખાતું હતું બધું દુનિયાદારી ના ચશ્મા પહેર્યા વગર,
નજીક ના પહેર્યા તો સ્પષ્ટ દેખાઈ આવ્યું કોણ છે નજીક આપણી,
દૂર ના પહેર્યા તો દેખાઈ આવ્યું કે દૂર માંથી કોણ છે આપણું,
કાળા ચશ્મા પહેર્યા તો લાગી કાળી દુનિયા,
રંગીન પહેર્યા ચશ્મા તો લાગી રંગીન દુનિયા,
ઊંધા પહેર્યા ચશ્મા તો લાગી ઊંધી દુનિયા,
ડાઘ વાળા કાચ ચોખ્ખા કર્યા કપડા થી તો ચોખ્ખી લાગી દુનિયા,
જેવા પહેર્યા ચશ્મા એવી લાગી દુનિયા...
અસ્પષ્ટ ને ધૂંધળું દેખાય બધું દુનિયાદારી ના ચશ્મા વગર
સમજવા દુનિયા ને પહેરવા પડે ચશ્મા દુનિયાદારી ના...
હિરેન વોરા