રાધા કહીને 'એ મને સંબોધી રહ્યો હતો.. વળી કહે કે કાન્હાએ પણ રાધા સાથે લગ્ન નહોતા કર્યા છતાં રાધાએ કાનને કદી કોસ્યો નહોતો..! અને તું છે કે મારી સાથે વાત સુદ્ધા કરવા તૈયાર નથી..
હા, હું 'એની સાથે વાત પણ કરવા તૈયાર નહોતી, એનુ કારણ હતું એના લગ્ન..! એ આવતા અઠવાડિયે કોઈ બીજી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો... કદાચ આ અમારી આખરી મુલાકાત હતી..
હું એની બધી વાતો મૌન રહીને સાંભળી રહેલી, પણ આ વાત પર મારાથી બોલ્યા વગર ન રહેવાયું..
"હા, ચલ માની લઉં છું કે તું જ મારો કાન અને હું તારી રાધા, બસ એકવાર તું કાનાની જેમ મારુ નામ કાયમ માટે તારા નામની આગળ લગાવી દે...! "
'એનું મૌન એનો જવાબ આપી રહ્યું..
"તારા અને મારા પ્રેમમાં ખોટ છે, ભગવાનની નકલ કરવાની શું જરૂર..?"
જ્યારથી 'એના લગ્નની વાત સાંભળી હતી મને એકવાર પણ રાધા જેવી લાગણી થઈ જ નહોતી...
હું એ સંબંધ ત્યાં જ તોડી આગળ જવા એક અજાણ્યા માર્ગ પર નિકળી પડી...!
'મારા કલ્પનાના કિસ્સા'માંથી
#રાધેક્રિષ્ના
#પ્રેમકેભ્રમણા