#એકરૂપ
એને મેં કદી જોયો નથી છતાં રોજ રોજ નવા નવા રંગરૂપે તે મારી પાસે આવે છે.એને મેં કદી સાંભળ્યો નથી છતાં તે અલગ અલગ સ્વરોમાં ગૂંજી રહે છે. એને મેં કદી સ્પર્શ્યો પણ નથી છતાં તેને હું મારામાં અનુભવ કરુ છું એને મેં કદી ઉચ્ચાર્યો પણ નથી અને છતાં તે મારા થકી શબ્દોમાં ગુંથાઈ આવે છે. કારણ કે હું અને તે અમે બંને એકબીજામાં એકરૂપ છીએ.
^^^^^^
હેતલ ગોહિલ ચૌહાણ