માસુમિયત જોઈ તારી વહેતી નદી પણ શરમાય છે,
નદી વહે સાગર સુધી સાગર તારા સુધી લંબાય છે,
તારા રંગ ને રૂપ માં કુદરત ની કેવી કળા વર્તાય છે,
વહેતા પવન માં રોજ તારી જ ખુશ્બુ મને મહેકાય છે,
તને મળવા સાગર બની વાદળ આકાશમાં વહેચાય છે,
પાણી હોવા છતાં તારા બદન પર પડતા એ મ્હેકાય છે,
બાગ માં જાય કદી તો ફૂલો ની નજરે તું નજરાય છે,
તારું મહેકતું બદન ને રંગ જોઈ બાગ પણ શરમાય છે,
તને કેમ કરતા ઘડી હશે હવે કુદરત પણ વહેમાય છે,
તારી સુંદર આંખો સામે પરીઓ થી પણ ક્યાં જોવાય છે,
કેમ રહું હવે તને ચાહ્યા વગર નજરે નજરે તું દેખાય છે,
હવે તો બંદ આંખે રોજેરોજ સ્વપ્ને પણ તું જ દેખાય છે,
કેમ ચહેરે થી તો તું કોઈ “અન્જાન” હજી મને દેખાય છે,
તોયે અંતર થી પણ તારામાં કોઈ પોતાનું મને વર્તાય છે.