#નવરાશ
મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબ નું લખેલું જોઉં, બસ મારી દીકરીને કિલકિલાટ કરતા જોઈ ને માની લઉં છું કે હું ખુબ નસીબદાર છું...
મને ક્યાં એટલી નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં, બસ મારા વડીલોના ચહેરા પરની આનંદની લાગણી જોઈને હું ખુશ છું..
મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં, બસ મારાથી નાના કે મોટા મારી સાથે ખુશ છે એ જોઈને હું ખુશ છું..
મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં કે મને કોઈ વાતનું દુઃખ છે, બસ હું તો એજ વિચારીને ખુશ છું કે મારા વડીલોના આશીર્વાદ સદાને માટે મારી પર વર્ષે છે..
મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં, બસ હું તો એ જ વિચારીને ખુશ છું કે ભગવાને મને બધાના ચહેરા પર સ્મિત ફેલાવાની ને બધાને ખુશ રાખી શકવાની ક્ષમતા આપી છે એ બદલ હું ભગવાનની ખૂબ આભારી છું..
Rids