વિશ્વાસ 'વિશ્વનો શ્વાસ' છે એમ કહીએ તો ખોટું નથી,કારણ
વિશ્વાસથી તો વિશ્વનો વ્યવહાર ચાલે છે.
દુનિયાનો મોટા ભાગનો નાણાં વિનિમય વિશ્વાસ ના આધારે ચાલતો રહ્યો છે.
પોતાના કામનું વળતર મળવાનું છે એ વિશ્વાસથી માણસ મહિનાના 30દિવસ કામ કરે છે.
માંદા માણસને દવા અને ઉપચારક ઉપર વિશ્વાસ હોય છે.
પતિપત્ની, માબાપ, સંતાનોના સંબંધોમાં પણ એક બીજાને સાચવવામાં પરસ્પર વિશ્વાસ જ કામ કરે છે.
આપણી આજુબાજુના કેટલાય નાનામોટા લોકોનો આપણા પર અને આપણો એમના પર વિશ્વાસ હોય છે તેથી તો બધાં કામ થાયછે.
સૌથી મોટી વાત, વિપરીત સંજોગોમાં પ્રભુ પ્રાર્થના પર વિશ્વાસ
માણસનું સૌથી મોટું આશ્વાસન છે.
-- વર્ષા શાહ
#વિશ્વાસ