મિત્રો આજે ફરી એક પ્રેમ પત્ર માતૃ ભારતી ને લખ્યો છે!જોઈએ શું જવાબ મળે છે.
શ્રી માન.
૧
શું ખરેખર માતૃ ભારતી પાસે શબ્દ ખૂટી પડ્યા છે?
છ દિવસ પહેલા " વિશ્વસનીય " શબ્દ આપ્યો હતો.
અને આજે " વિશ્વાસ ".
આપની ટીમ ખુબજ જ્ઞાની છે તેમાં કોઈ શંકા નથી
આપની ટીમ જે શબ્દ આપે તેમાં જેને લખવું હોય તે લખે બાકી ના લખે,ના ભાગ લે.કેમ ખરું?
એક વખત શબ્દ મોકલવાની પ્રતિયોગિતા રાખી શકાય!
૨
પ્રતિયોગિતા નું પરિણામ તમને મેં ગુજરાતી અથવા હિન્દી માં આપવા વિનંતી કરી હતી. ત્યારે તમે મને આ
જવાબ આપ્યો હતો
"ઇમેઇલ દરેક પ્રતિસ્પર્ધીને જતું હોઈ આપણે એક જ ફોર્મેટ અને ભાષાનો પ્રયોગ કર્યો છે
અહીં એક જ પ્રતિસ્પર્ધી એક થી વધુ ભાષામાં ભાગ લેતો હોઈ આપણે એક યુનિવર્સલ ઇમેઇલ કરીએ છીએ "
પરંતુ હવે તો ફક્ત બે ભાષામાં પ્રતિયોગિતા થાય છે
તો આપણી રાષ્ટ્રભાષા માં પ્રતિયોગિતા નું પરિણામ
આપવા ફરી વિનંતી કરું છું.
આપ પ્રતિયોગિતા ગુજરાતી અને હિન્દી ભાષામાં અને પરિણામ અંગ્રેજી માં તે જરા શોભાસ્પદ નથી લાગતું.
યોગ્ય કરશો.
અસ્તુ
#વિશ્વાસ