Gujarati Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુશાંતસિહ રાજપુત અને રિયા ચક્રવતિ બંન્ને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા જે ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં ગળા ડુબ હતા તેથી જ તે એક લીવ ઈન રીલેશન શીપમાં રહેતા હતા એટલે કે લગ્ન પહેલા એક પતિ પત્ની તરીકે તેમનો સંબંધ હતો પણ અચાનક તેમની વચ્ચે આ ડ્રગ્સ કેવી રીતે આવ્યું તેજ હવે આજ મોટો પ્રશ્ન બની ગયો છે
હાલ તો સુષાન્ત આપણી વચ્ચે છે નહી તેમજ રિયાની જીંદગીમાંથી પણ કાયમ માટે નીકળી ને દુર ચાલ્યો ગયો છે
બહુ પહેલા એક દિવસ ન્યુઝ પેપરોમાં પહેલા પેઇજ ઉપર એક સમાચાર આવ્યા હતા કે જાણીતા ટીવી ને ફિલ્મ અભિનેતા સુશાંતસિહ રાજપુતે પોતાના ફ્લેટમાં જ આત્મહત્યા કરી લીધી છે...લોકોએ વાંચ્યા ને પછી થોડાક દિવસ સુધી તેની ચર્ચાઓ પણ ચાલીને ને ત્યારબાદ બધુ ઠંડું પડી ગયું ત્યાર પછી એક દિવસ સુષાન્તના પિતાએ પોલીસ ફરિયાદ કરી કે સુષાન્તે આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરવામાં આવી છે બસ પછી સુષાન્તના દબાઇ ગયેલા સમાચાર ફરી પાછા મિડીયામાં આવતા જ તેની તપાસ ચાલુ થઇ ગઇ
પહેલા તેનો કેસ મુંબઇ પોલીસે લીધો હતો પણ મુંબઇ પોલીસે તપાસમાં સરખો સપોર્ટ નહી આપતા લોકોની ભલામણથી તે કેસ આખરે કેન્દ્ર સરકારે પોતે સીબીઆઇ ને સોંપ્યો ત્યાર પછી જ સુષાન્તની દરેક તપાસ ધીરે ધીરે થવા લાગી સીબીઆઇએ તેમની ઓફિસમાં એક પછી એક લોકોને બોલાવીને પુછપરછ કરવાની ચાલુ કરી દીધી તો પૂછપરછમાં વચ્ચે ડ્રગ્સ આવ્યુ કે સુષાન્ત ડ્રગ્સ લેવાનો આદિ હતો તો આગળ તપાસ કરી કે તેને ડ્રગ્સ કોણ લાવીને આપતું હતું તો નામ આવ્યુ કે સુષાન્તની ગર્લ ફ્રેન્ડ રિયા ને તેનો ભાઇ!
બસ હમણાં તો સીબીઆઇએ ડ્રગનું કારણ આગળ લાવીને રિયાની તેમજ તેના ભાઇ ને તેમજ બીજા તેમના કેટલાક ફ્રેન્ડસની ધરપકડ કરી છે જે હાલ તેઓ જેલમાં બંધ છે હવે સીબીઆઇ આગળ શી તપાસ કરીને કોને ગુનેગાર તરીકે આગળ લાવે છે તે નજીકના સમયમાં જ જાહેર કરશે જે હોય તે, પણ આ કેસમાં સુષાન્તની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવતી વધુ સપડાવાનીછે તે નકકી જ છે.
કારણકે તે જ સુશાંતને ડ્રગ્સ આપતી હતી ને તે પોતે પણ લેતી હતી...ને ડ્રગ્સ લાવી આપનાર તેનો સગો ભાઇ જ હતો...
__શુ તમે એમ કહેશો કે આ બંન્નેનો એક સાચો પ્રેમ હતો! કે
__પોતાના જ પ્રેમીને ડ્રગ્સ આપી આપીને તેની કોઇ ચીજ (પૈસા) હડપ કરવાની પ્રેમીકાની એક ચાલાકી હતી!
આજ સમય બદલાયોછે એકબીજામાં આંધળો વિશ્વાસ મુકતા પહેલા સો વાર વિચાર કરવો જરુરી છે...
આવુ તમારી સાથે પણ બની શકેછે...

Gujarati Blog by Harshad Patel Pij : 111567028
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now