કદમ એક ચાલ્યા ,મિલાવી ને કદમ , શું થયું;?
ના ચાલ્યા કદી મનથી, તનથી ચાલ્યા શું થયું.?
અહંકાર તો ચાલે જ છે, શ્વાસની સરગમ માં,
હું પણા માં જીવન શણગારી મહાલ્યા શું થયું.?
પરિચય તો છે જ નહીં, અંધકારમાં અથડાતાં,
દર્પણ માં દેખી પ્રતિબંબ થી, ચાલ્યા શું થયું,?
ભણી ગણીને પામ્યા છે,બૌધિક ઉપાધિ અનેક,
આત્મા ને જાણ્યો વગર જ, ચાલ્યા શું થયું,?