Gujarati Quote in Quotes by SUNIL ANJARIA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મંદિર
બાળપણમાં એક કવિતા આવતી-
મંદિર તારું વિશ્વ રૂપાળું
સુંદર સર્જનહારા રે.
પળપળ તારાં દર્શન થાયે
દેખે દેખણહારા રે.

નહીં પૂજારી નહીં કોઈ દેવા
નહીં મંદિરને તાળાં રે.
વિશ્વ ગગન માં મહિમા ગાતા
ચાંદો સુરજ તારા રે.

વર્ણન કરતાં શોભા તારી
થાક્યા કવિગણ ધીરા રે.
મંદિરમાં તું ક્યાં છુપાયો
શોધે બાળ અધિરાં રે..

આમ અહીં કવિ આખાં વિશ્વને, અદભુત કુદરતને એક મંદિર કહે છે. ચારે તરફ નજર દોડાવો. ચોમાસુ વાદળોમાં કે નીરભ્ર ભૂરા આકાશમાં કે ચાંદની રાતે પરમાત્મા દ્રષ્ટિગોચર થાય એવું અલૌકિક વતાવરણ હોય છે. લીલાં ઝાડપાન, પશુ પક્ષીઓ ફળ ફૂલો એ બધું કોઈ કોસ્મિક એનર્જી એટલે દૈવી શક્તિ સંચાલન કરી રહી હોય તેવું લાગે છે.
આપણી અંદર જ એક મંદિર છે.
"હર ધડકન હૈ આરતી બંધન
આંખ જો મીંચી હો ગયે દર્શન
સાંસો કા હર તાર પુકારે..
દિલ એક મંદિર હૈ"
એક જૂનું સુંદર ફિલ્મી ગીત છે.
આપણી અંદરના એ સો હમ શ્વાસના લયને, હૃદય ના ધબકારના એ ઘંટારવ ને સાંભળીએ તો એ આત્મા રૂપી દેવનું મંદિર છે. બીજે ક્યાંય પૂજા કરવાની જરૂર નથી.
-સુનીલ અંજારીયા

Gujarati Quotes by SUNIL ANJARIA : 111566816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now