પૂજ્ય પિતાશ્રીનું માનવનિર્મિત ગંતવ્ય યંત્ર, તેનાં ગતિ સહાયક ચક્રોમાનાં એકમાં ધાતુયુક્ત તીક્ષ્ણ પદાર્થ પ્રેરિત છિદ્રોથી નિષ્ક્રિય તેમજ શિથિલ અવસ્થામાં સરી પડવાનો ભોગ બનવા પામ્યું.
સહેજ સરળ ભાષામાં કહું તો, પપ્પાના બુલેટમાં પંકચર પડ્યું જેની જવાબદારી મારાં પર માવઠું બની વરસી પડી.
હું ચક્રછિદ્રશાસ્ત્રી અથવા તો પૈડાંપંડિત ભાઈ એટલે કે પંકચરવાળા ભાઈ પાસે ગયો. ત્યાં એક બોર્ડ પર જે લખેલું, એ વાંચીને મારાં હાંજા ગગડી ગયાં ને ઘડીક તો હવાની હાજરીની વારંવાર લાંબા શ્વાસ લઈને ખાતરી કરી.
તેનાં પર લખ્યું હતું, " હવા કાલથી ચાલુ ! "
એવાં બીજાં બોર્ડ પર જે લખેલું એણે તો મને દિગ્મુઢાવસ્થામાં નાંખી દીધો.
બોર્ડ કંઇક આવું હતું, " વાહનના પીયુસી સુધી ઠીક છે,
પણ પોતાની હવાનો ઓકિસજન લેવલ ચેક કરવાનો
આગ્રહ રાખવો નહીં. લાયસન્સ માટે અરજી કરેલ છે "
આ વિશેષ પ્રકારની ચલણી નોટ પ્રજાતિની વ્યક્તિ,
આગળ જતાં ધંધામાં કાઠું કાઢવાની એ વાત નક્કી !
- પંકિલ દેસાઈ