Gujarati Quote in Poem by Hiren Manharlal Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રહેવું મોજ મા....

ઉપર આકાશ ને નીચે જમીન
હરિયાળા મેદાન ને ચોખ્ખી હવા
પહાડો મોટા ને ઝરણા નાના
રહેવું મસ્ત મજા ની મોજ મા....

ઝાડ ઉપર ઉડતા પક્ષીઓ મજા ના
દરિયા ના ઉછળતાં મોજા મજા ના
ઈશ્વરે આપ્યું મનભરી જીવન મજાનું
રહેવું મસ્ત મજા ની મોજ મા....

રાખી એ જીવન માં જરૂરત થોડી
તો રહે નહીં ચિંતા કોઈ પ્રકાર ની
જીંદગી નાની ને શું કામ લેવી ઉપાધિ
રહેવું મસ્ત મજા ની મોજ મા....

બોજ કોઈ નો બનવું નહીં
નાહક નું કોઈ જોડે લડવું નહીં
સંગ્રહ નકામો કરવો નહીં
રહેવું મસ્ત મજા ની મોજ મા....


ઉર ની ઊર્મિ થી લાગણી ને વહેંચી એ
હસી ને હળવા થઈ એ
હસી ને હળવા કરી એ
રહેવું મસ્ત મજા ની મોજ મા....

ખાલી હાથે આવ્યા
ખાલી હાથે જવાના
તો ખોટી હાય વોય શીદ ને કરવી??
રહેવું મસ્ત મજા ની મોજ મા....

અઢી કિલો ના આવ્યા
અઢી કિલો ના થઈ ને જવા
આખી જીંદગી ભાગદોડ શેની??
રહેવું મસ્ત મજા ની મોજ મા....

છેલ્લે તો ભેગું કરેલું
બધું મૂકીને જવાના
તો શું કામ ના કરીએ
ગમતા ના ગુલાલ??

રહેવું મસ્ત મજા ની મોજ મા....

Gujarati Poem by Hiren Manharlal Vora : 111566291
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now