સ્ત્રીને તો પગમાં ઝાંઝર ગમે,
ના, મને તો ટ્રેકિંગ શૂઝ પણ ગમે..
કોઈ પૂછો તો ખરા..
સ્ત્રીને તો કાયમ ઘરમાં ગમે,
ના,મને તો પહાડોની કંદરામાં ખોવાઈ જવું પણ ગમે..
કોઈ પૂછો તો ખરા...
સ્ત્રીને તો હાથમાં કંગન અને રિંગ ગમે,
ના,મને તો ફાઇલ અને પેન પણ ગમે...
કોઈ પૂછો તો ખરા..
સ્ત્રીને તો ટીવી સિરિયલો જોવી બહુ ગમે,
ના,મને તો પ્રોજેક્ટર પર સમજાવવું પણ ગમે..
કોઈ પૂછો તો ખરા...
વીત્યો જમાનો બદલાઈ ગઈ વ્યાખ્યા,
હવે આભૂષણ,ઘર,પોષાક નહિ,
સ્ત્રીને જોઈએ છે પોતાની ઓળખ અને અસ્તિત્વ...
કોઈ જુઓ તો ખરા... ~તતિક્ષા રાવલિયા.