તમારા હોઠો ને કહો રજા પર જતાં રહે,
તેની આંખોનો આજ સંવાદ થવાનો છે.
નથી કરી શક્યા જે કાતિલ હથિયારથી,
એ તમામનો આજ વિવાદ થવાનો છે.
સમય એટલો નાજુક કે ફૂલો ફફડી રહ્યા,
તે બાગમાં અંગારની વરસાદ થવાનો છે.
નૈવેદ્ય બનાવ્યું છે એમને નિર્દોષના રક્તનું,
પ્રભુ તું શું જોવે, તારો એ પ્રસાદ થવાનો છે.
આ ક્ષણભર મળી છે મહોબત જીવનમાં,
યાદ રાખજે જીવનભરનો વિસાદ થવાનો છે.
કમાન તૈયાર રાખજો બદલાય રહ્યો છે દેશ,
ખબર નહિ ક્યારે પરિવર્તનનો સાદ થવાનો છે.
એમ સિતમને સહેવા સહેલાં નથી જીવનમાં,
મનોજ મર્દ છે, કોઈ ક્યાં અપવાદ થવાનો છે.
મનોજ સંતોકી માનસ