મુકામે પોહચું ને ફરી કઠિન રાહ લઈ આવે
માંડ ક્ષિતિજે પોહચુ ને નવી રાહ લઈ આવે
જવાબ મળે ત્યાં નવો પ્રશ્ન સામે લઈ આવે
ખૂબ ફરિયાદ કરુ તો નવો સંઘર્ષ લઈ આવે
લાખ સમજું મનની વાતો, વિવાદ-વંટોળ આવે
સમયની તરફેણમાં જીવું તો હાલાકી થઈ આવે
જ્યાં મળે પુષ્પ ડાળીએ ત્યાં કંટક થઈ આવે
ગજબ છે જિંદગી સંઘર્ષનો સંઘર્ષ થઈ આવે
#સંઘર્ષ