બસમાં મુસાફરી ના પૈસા પણ એ જુવાન પાસે ન હતા.
તે ચાલવા માંડ્યો. રસ્તામાં મંદિરની બહાર તેણે ભિખારી ને જોયો. જુવાને ખિસ્સું ફ્ફોસ્યું. જે ચિલ્લર મળ્યું તે ભિખારીના કટોરામાં નાખ્યું. ભિખારીએ કહ્યુ, ભગવાન તારું ભલુ કરે. છોકરો હળવા સ્મિત સાથે મંદિર તરફ જોતા બોલ્યો,
અહીં જ તો તારા અને મારા ઘમંડનો ટકરાવ છે કદાચ,
હું માંગતો નથી ને તું માંગ્યા વિના આપતો નથી.
#સંઘર્ષ