ગુપ્ત વાત તો બધા પાસે હોય, પણ પતિ પત્ની વચ્ચે એ કાંઈક ખાસ હોય છે,
આંખોની એ વાતો, જે કહ્યા વગર ઘણું કહી જાય છે,
સંબંધોની એ સીમા છતાં પ્રેમ હદ પાર કરી જાય છે,
લાગણીઓ બેશુમાર તોયે મયાઁદામાં બંને બંધાય છે,
હ્યદયમાં બીજ રોપાતા સતત માન-સન્માન નાં,
છતાંય પરીવાર માટે બંને જાત ઘસી છોલાય છે,
ગુપ્તમાં ગુપ્ત વાત પચાવી બોજો સહી જાય છે,
મન ને મનાવી ખુશીથી જવાબદારી સમજી પી જાય છે,
આવી ગુપ્તતા ને સલામ જયાં આપણાં લોકો માટે ખુદને ભુલી જવાય છે.
#ગુપ્ત