રાગ:: હુ તો કાગળીયા લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી..
હું તો કોરોનાથી ડરી ડરી થાકી,
હા ડરી ડરી થાકી, સખીયો ક્યાંય જાતી નથી.
એવા લોક ડાઉન ના બબ્બે મહિના વીત્યા..(2)
ઘરકામ કરી આત્મ નિરભર થઇ રે...
હા ... કામ શીખી ગઇરે. સખીયો ક્યાંય જાતી નથી.
એવા અનલોક ના ત્રણ ત્રણ મહિના વીત્યા..(2)
માસ્ક પહેરી ને મુંજાઇ મુંજાઇ જાઉરે..
હા મનમા મુંજાઇ જાઉરે... સખીયો ક્યાંય જાતી નથી.
એવા ઓનલાઇન ભણતરના દિવસો આવ્યા..(2)
વકઁ ફોમ હોમ કરી લાંબી થઈ જાઉં રે..
કામ ડબલ થઈ જાય રે....સખીયો ક્યાય જાતી નથી.
એવા સોસ્યલ ડીસ્ટન્શીગ ના દાડા આવ્યા.(2)
મને સખીઓને મળવાનુ મન થાય રે..
કીટી કરવાનુ મન થાય રે, સખીયો ક્યાંય જાતી નથી..
એવા નવરાત્રી ના નવ નવ દાડા આવશે..(2)
રાસ રમવાનુ મન ઘણુ થાયરે..
ગરબા રમવાનુ મન ઘણુ થાયરે ...સખીઓ ક્યાંય જાતી નથી.