એને તમારી મર્યાદા નથી જોતી, પણ
એને એની હદ ઓળખતા તો શીખવાડો.
એને તમારો વટ નથી જોતો, પણ
એને એની ખુદ્દારી તો શીખવાડો.
એને સમાજ નું ખોટું સન્માન નથી જોતું,પણ
એને એનું આત્મસન્માન શીખવાડો.
એને તમારો સહારો નથી જોતો,પણ
એને ખુદ ની તાકાત બનતા તો શીખવાડો.
એને તમારી મિલકત નથી જોતી,પણ
એને એની સાચી મુડી તો સમજાવો.
એને બીજાને નીચે નથી પાડવા,પણ
એને ખુદ ની નજર મા ઉઠતા તો શીખવાડો.
એને કોઈ ની બરાબરી નથી કરવી,પણ
એને ખુદ ના પગ પર ઊભતા તો શીખવાડો.
એને તમામ છૂટ નથી જોતી,પણ
એને ખુલી ને જીવતા તો શીખવાડો.
એ નથી ડરતી કોઈ થી,પણ
એને અન્યાએ લડતા તો શીખવાડો....