તુંજ હૈયામાં પ્રેમ ભરેલો પળમાં તોડી ગઈ'તું,
જેમ લોહી વેહતું, મુજને અસહ્ય કષ્ટ થયું'તું.
રે રે! મારા કેવા લક્ષણો કે સાથ છોડી ગઈ તું,
એ જ હું કરુ વિચાર કે એવું મે શું તને કર્યું તું.
લગન થયાના થોડા સમય બધું સારું ચાલ્યું તું
સમય જતાં પછે જે કહું તને સહન ના થતું તું.
ભૂલી જજો સઘળું કર્મનું લક્ષણ રાખો પ્રેમનું,
ના થશે ખટરાગ કોઈ દી જીવન રેહશે મજાનું.
#લક્ષણ