જીભ...
જિહ્વા... જીભ .. જીભડી ...લૂલી...
ઓળખાય અલગ અલગ નામ થી...જીભ ના કાર્ય થી..
બત્રીસ બત્રીસ તીક્ષ્ણ દાંત વચ્ચે રમે હાડકાં વગર ની લુલી જીભ ..આરામ થી...
હાડકાં વગર ની કોમળ છે જીભ પણ, તાકાત છે તેની તલવાર થીય અધિક ..
જીભ જીવતા ને સળગાવે આગ બની, તો જિહ્વા મરતા ને બચાવે સંજીવની બની .
હસી ને બોલીએ એવા મીઠા વેણ કે કોઈ ના દિલ માં વસી જઈએ અમૃત બની ,
બોલીએ નહીં એવા કટુ વેણ કે કોઈ ના દિલ માંથી ઉતરી જઈએ વિષ બની...
જો ચાલે જીભ બે ધારી તલવાર જેવી તો દુશ્મનો ની સંસાર.. મા કમી નહીં,...
શાતા ઉપજે એવું બોલીએ ના બોલીએ કટુ વેણ...તો મિત્રો ની જીવન માં કમી નહીં...
સંસાર મા સંબધો ની મજબૂતાઈ, માન સન્માન છે જિહ્વા ને આભારી. ...
સંબંધી અને મિત્ર વર્તુળ નું ટોળું
બતાવે છે પ્રમાણપત્ર જીભ નું ...
જો જીભ ઉપર રાખીએ મધ જેવી મીઠાસ ..તો જીવન બની રહે સોના નો કંસાર....
હિરેન વોરા
તા 11/08/2020