સો તોલા સોનુ પેરો કે ચાંદી કે પછી મોંઘા માયલા ઉપર થી નીચેના લૂગડાં સાથે પગે બુટ પેર્યા હોય ને આજુ બાજુ મા ભભકાવી દે એવો શરીરે ફુવારો માર્યો હોય પણ ચરિત્રની સ્ટાન્ડરતામા થોડુક પણ ઢીલા પોચું રહી ગયું કે અણગમતી મહેક આવી તો આ બધી સજાવટ વ્યર્થ તો ઠીક પણ ગધેડા ઉપર ફુલેકુ કાઢ્યા જેવી વાત સાબિત થઈ જશે,એનો મતલબ એવું નથી કે શોખ ના હોવો જોઈએ પણ ચરિત્ર ને ગીરવે મુકવા પડે ને CHARACHATER સાથે કોમ્પ્રોમાઇસ કરવા પડે એવા ગાડરિયા પ્રવાહના રસ્તે લઇ જતા ના હોવા જોઈએ એટલે જ આપડે આવી બધી વાતુ ને દૂર દૂર સુધી ગણકાર્યું નથી,જો હજુ પણ આવી શબ્દોરૂપી માયાજાળ પલ્લે ના પડે તો સૂર્યા ધ સોલ્જર પિક્ચર મા ટૂંકમાં બતાવેલી ચરિત્ર(CHARACTER)વિશે ની વાત જોઈ લેવી,મને તો ઘડીક વાર પૂરતા ભૂતપૂર્વ અસરદાર સરદાર ના અંતિમ વિદાય વેળે લખેલ લેખ આંખો સામે આવી ગયો હતો,ત્યારે એમ થાય કે રૂપ રૂપિયો ને રજવાડું તો ભલા માણસ કાલ જતું રહેશે બાકી સરદાર ક્યાં પેટારા ભરી મુકતા ગયા હતા, માત્ર નહિવત રકમ ને એક નામ છે વર્ષો સુધી ગુજરાત શું ભારતના હૃદય પર બિરાજમાન હોય ને અખંડ શબ્દ સાંભળતા જ તેમની યાદ આવી જાય એવું નિસ્વાર્થ કર્મ ચણેલું CHARACHATER જેને સમય જતા ઉંધી તો શું કાટ પણ સ્પર્શ નથી કરી શકતો ત્યારે એમ થાય કે રવિવાર ટુ રવિવાર ડાચાં નઈ ઘસાવીએ તો ચાલશે બાકી જાતને ઘસ્યા વગર ને સાદું પણ યુનિક CHARACHATER વગર તો રતિભર પણ નઈ ચાલે, રસ્તા મા આવતા સ્પીડ બ્રેકર તો એ પછી ગૌણ વાત છે પણ સત્ય નો સંગાથ હશે તો એને પણ લડી લેશુ એમાં કઈ મોટી વાત છે !!
#SearchingCharachater