ચાલો યુદ્ધ કરી
"યુદ્ધ" શબ્દ રણભૂમિ પુરતો મર્યાદિત નથી . જે ક્ષણે ક્ષણે માનવ સાથે જોડેલો છે .
સિમાડે તોપ ગોળા ફોડવા કે બાજુના દેશ પર આક્રમણ કરવું એ તો ફક્ત "યુદ્ધ"નો એક પ્રકાર છે . ખરું યુદ્ધ તો માનવ મનમાં ચાલતું હોય છે .
બાજુવાળા મુંજુકાકી મોટે મોટેથી બોલવા લાગ્યા એટલે મારી નિંદર ઉડી ગઈ , પોતાના બિસ્તર પરથી ઉભો થયો જોયું તો મારા પપ્પા ટીવીમા સમાચાર જોતા હતા , ઓલા ઉત્તર કોરિયાના સન્નકી તાનાશાહની ખાસ રીપોર્ટ ચાલતી હતી . યાર સવાર સવારમાં બોમ્બની વાતું કરતી આ ટીવી એન્કર અને બીજવાળા મંજુ આન્ટી . હદ છે ભાઈ બંને બાજુ યુદ્ધ એકબાજુ પેલા સન્નકીનુ બીજીબાજુ આ આન્ટીનુ . હા, યુદ્ધ જ ને પાડોસી સાથે હોય કે પાડોસી દેશ સાથે શાબ્દિક હોય કે શસ્ત્રો સાથેનુ લડત તો છે જ , અને વિજેતા કોઈ નથી હોતી આ યુદ્ધમાં , બંને તરફ હાર જ હોય છે , બંને તરફ તબાહિ જ હોય છે .
માણસ પોતાની સાથે પણ લડતો હોય છે પણ એ સમય એકાંતનો હોય છે , સત્ય અને જુઠાણા વચ્ચે જંગનુ સર્જન થાય છે અંતે જુઠ પરાસ્ત થતા પણ અમુક માનવ જુઠને જ આગળ રાખે છે . કારણ કે તેનામા સત્ય સ્વીકારવાની તાકાત નથી હોતી . પોતે ગમે તેવા યુદ્ધ ખેલતો હોય પણ પોતાની જાત સામે હમેસા નીચું જોખતો જ હોય છે .
જે પોતાના અંદર ચાલતા યુદ્ધને જીતી શકે તેને કોઈ દિવસ બાહ્યયુદ્ધ જીતવાની જરૂર નથી પડતી , કારણ કે ત્યારે નફરત , ક્રોધ , સ્વાર્થ હારી જાય છે .
મનોજ સંતોકી માનસ