Gujarati Quote in Blog by Tr. Mrs. Snehal Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લક્ષણ - સારા પણ અને ખરાબ પણ. બન્ને પ્રકારનાં લક્ષણ આપણાં વર્તનમાં દેખાઈ જ આવે છે. ક્યારેક એવું પણ બને છે કે વ્યક્તિને એનાં લક્ષણ પરથી ઓળખી જ ન શકાય. એનું વર્તન આપણી સાથે કંઈક અલગ હોય અને બીજાની સામે આપણાં માટે કંઈક અલગ બોલતાં હોય.
કેટલાંક લોકો સુંદરતાને એટલું બધું મહત્ત્વ આપે છે કે એ વ્યક્તિના સાચા લક્ષણો કયા છે તે ખબર જ નથી પડતી.
આપણાં લક્ષણો જ આપણુ વ્યક્તિત્વ નક્કી કરે છે. જો લક્ષણ સારા હશે તો ચોક્ક્સ જ કોઈનાં વિશે ખરાબ બોલવા પહેલાં વિચાર ચોક્ક્સ જ આવશે કે શું ખરેખર અસ વાત કહેવા જેવી છે? એની સંબંધો પર કોઈ અસર થશે?
લક્ષણ જો ખરાબ હશે તો પહેલો વિચાર એ જ આવશે કે સામેની વ્યક્તિનું જે થવાનું હોય તે થાય, સંબંધો તૂટતાં હોય તો ભલે તૂટે પણ મને ફાયદો થવો જોઈએ. ખરાબ લક્ષણ ધરાવતી વ્યક્તિ પોતાનાં ફાયદા માટે ગમે તેટલી હદ વટાવી શકે છે. સામેવાળી વ્યક્તિની જીંદગી બરબાદ થતી હોય તો પણ એમને પડી હોતી નથી.
કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણાંમાંથી ખબર પડે છે. પણ મારુ માનવું છે કે બધી વખતે આ સાચું નથી. ક્યારેક સમય સંજોગો અને ઘરનાં સભ્યોના વર્તનને આધારે વહુએ પોતના લક્ષણો બદલવા પડે છે. હું એ પણ જાણું છું કે જ્યારે દિકરો વહુ છૂટા પડી અલગ રહેવા જાય છે ત્યારે એને માટે માત્ર વહુને જ જવાબદાર ગણવામાં આવે છે. આવું એણે શું કામ કર્યું? લગ્નની શરૂઆતમાં વહુ સાથે જે વ્યવહાર થતો હોય છે તે જ જો હંમેશા થાય તો વહુએ પણ પોતાનાં લક્ષણ બદલવાની જરૂર ન પડે. હું એમ નથી કહેતી કે બધી વખતે વહુ સારી જ હોય છે, કેટલાંક કિસ્સાઓમાં વાંક એમનો પણ હોય જ છે. પણ મોટા ભાગના કિસ્સામાં વહુને થતી હેરાનગતિ જ એને લક્ષણ બદલવા પર મજબૂર કરે છે.
કોઈનાં પણ વિશે એનાં લક્ષણો માત્રને આધારે નક્કી ન કરવું જોઈએ. દરેક વ્યક્તિ બીજા લોકો સાથે અલગ અલગ વર્તન કરતી હોય છે.
#લક્ષણ

Gujarati Blog by Tr. Mrs. Snehal Jani : 111564127
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now