જિંદગી હવે જિંદગીને મારી રહી છે,
ખુશી ખીલેલા બાગને બાળી રહી છે.
અનેક પ્રયત્ન કરી શિખર ને પામ્યો છું,
એ મંજિલ મને નીચે ઉતારી રહી છે.
માગ્યું હતું દુઃખ મેં અંતિમ ચરણોમાં,
ચક્કર ઉંધુ છે ખુશી અપમાવી રહી છે.
તપ્યો છું સૂરજના તાપે, મજબૂત થયો,
પણ શીતળ ચાંદની સુકાવી રહી છે.
અમે કાળી રાતે પણ ખીલી ગયા હતા,
સવારની આ સવારી કરમાવી રહી છે.
છે ભિન્ન મારા લેખો, કવિતા જુદી છે,
એટલે જ આ કલમ હંફાવી રહી છે.
મનોજ એમના આવવાના અણસાર છે,
રહી હતી બાકી ધડકન એ હારી રહી છે.
મનોજ સંતોકી માનસ