બને સૌ સાગર શરાબ, તો કેવી બબાલ થાય,
બને સૌ સપના નવાબ, તો કેવી બબાલ થાય.
છે સૌના મહ્યલા માં શું, એ તો એ ઇશ્વર જાણે,
થાય દિલ બે-નકાબ, તો કેવી બબાલ થાય.
રાખ્યો શિરસ્તો મૌનનો નિભાવવા રિસ્તો,
ફૂટે જો વેદનાને વાચા, તો કેવી બબાલ થાય.
રાખી જીંદગી શ્વેત,તો લોકોએ ખરાબ ચીતર્યો,
હો વાસ્તવમાં વિચારો ખરાબ તો કેવી બબાલ થાય.
-વિજય રાવલ