જાણવી છે તને નજીક થી આમ સામે તું આવી જા...
નિહાળવી છે મનભરી ને આમ પાસે તું આવી જા..
આવવું છે ખુબ નજીક તારી આમ દિલ સુધી તો આવ....
સમાય જવું છે તારા દિલમાં આમ દિલમાં જગ્યા તો આપ...
શરારત કરવી છે ઘણી આમ પાસે આવી મશ્કરી તો કર...
હસી મજાક કરીશું આપણે આમ પાસે આવી મસ્તી તો કર..
વાતો કરવી છે ઘણી આમ પાસે આવી ખોળામાં તો બેસ...
દિલ ખોલીને વાતો કરવી આમ દિલની વાત તો સાંભળ...
પ્રેમ કરવો છે ઘણો આમ પ્રેમ કરવાની પરમિશન તો આપ...
બનાવી છે તને મારી પરી આમ મારી અર્ધાંગિની તો બન.
જીત ગજ્જર