સૂરજ ની ગરમી થી ન બળ્યા,
તારા શબ્દોના તીર થી સળગ્યા,
સમીર ની મંદ માદકતાની શીતળતા,
તારા શબ્દોની તેજ ધારની તીવ્રતા.
ચાંદની ચાંદનીનું મધુર રૂપલાવણ્ય,
તારા શબ્દોમાંથી નીતરતી કુરુપતા.
નેણનાં બાણ વાગ્યા હૈયું પાગલ,
તારા શબ્દોના બાણે હૈયું ઘાયલ.
ટમટમતા તારા તેજથી પ્રકાશે,
તારા શબ્દો મને ફટફ્ટ દઝાડે,