ભૂલ...
ભૂલ થી થાય ભૂલ
તો ભૂલી જઈએ ભૂલ
ભૂલ થી ફરી થાય એજ ભૂલ
ભૂલ સમજી ભૂલી જઈએ ભૂલ
ભૂલ નું પણ છે ભૂત જેવું
દેખાય હમેશા બીજા ની ભૂલ
નો દેખાય કયારેય પોતાની ભૂલ
જો દેખાય ભૂલ આપણી માફી માંગીએ
કોઈ માંગે માફી ભૂલ ની તો માફ કરીએ..
માનવ છીએ થતી રહે નાનીમોટી ભૂલ,
ભૂલ થી નો યાદ રખાય કોઈ ની ભૂલ..
નો થાય ભૂલ માટે ગાંધીમંત્ર છે બેસ્ટ
ના બૂરા બોલો, ના બૂરા દેખો, ના બૂરા સુનો..
રાખી યાદ ગાંધીમંત્ર ભૂલ ને ના આપીએ
એક પણ ભૂલ થી મોકો...ભૂલ કરવા નો..
હિરેન વોરા
તા. 29/08/2020