સમય તો સમય પ્રમાણે ચાલવાનો,
પસ્તાવા માં રહેશું તો પાછળ રહી જવાના,
ભુલ તો આપણામાં ફીટ કરેલો ડેટા છે,
ત્યાં જ ઉભા રહીશું તો વિંધાય જવાના,
જાતને દગો દેવા કરતા જો સાથ આપીએ,
તો અસ્તિત્વ ને ઉગારી લેવાના,
આ અવતાર ચડીને પડવાનો અને પડીને ચડવા માટે મળ્યો છે,
જો જડ બની જશું તો વિખરાય જવાના,
આપણાથી કોઈક આગળ ને કોઈક પાછળ એ જ ક્રમ રહેવાનો,
એકબીજાને ધક્કા મારવામાં રહીશું તો રુંધાય જવાના,
પસ્તાવાનો વારો જ નહીં આવે જો,
બધી ઘટનાઓનો એમ જ સ્વીકાર કરતા રહેવાના.
#પસ્તાવો