Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ ઈતિહાસને વાગોળતો રહુ છુ એ પ્રશ્ન ઘણા મિત્રો કરતા હોય છે . અને સમય પ્રમાણે એ પ્રશ્ન યોગ્ય પણ છે . દેશ એકવિસમી સદીના બીજા દશકમાં આગળ વધવા પામ્યો છે . અને મારી એ જ ઈતિહાસની વાતો !
દેશ , દુનિયા કે માણસને ઈતિહાસ જ સમજાવે છે , સાચા માર્ગ પર લઈ જાય છે , જે ભુલો થઈ તે ન થાય અગર સુધરી જાય એ માટે દેશ , દુનિયા અને માણસ માટે ઈતિહાસ અનિવાર્ય છે . આપણને ગુલામ બનાવ્યા અને અત્યારે પણ છીએ . હા, તફાવત એટલો છે કે તે સમય કોઈ ઔર હતા , વર્તમાનમાં આપણા છે . પ્લાસીનુ યુદ્ધ અને યવનોનું આર્યાવર્ત પર શાસન એ વાત સમજવી જરૂર છે . જો યવનોને કોઈ મીર ઝાફર ના મળ્યો હોત તો આ દેશની છબી અલગ હોત .
આર્યાવર્ત ની ઘણી ભુમિ ભાગ પર બદલાતા અંગ્રેજ અધિકારીઓ એ કબજો જમાવવાનુ કાર્ય કર્યું . બનારસ , રોહિલખંડ અને બંગાળમાં વોરન હેસ્ટિંગ્ઝે એ વૃક્ષને સારી રીતે ઉછેર્યું જે ભારતદેશની બરબાદીના મુળિયારુપ બની રહ્યું . મ્હૈસૂર , અસાર , પૂના અને સાતારા સરખી ફળદ્રુપ જમીનમાં વેલેસ્લીએ પણ એ જ કાર્ય કર્યું . અંતે તેની વેદના અને તેની અસર હજુ પણ ૧૯૪૭ પછીના ભારતમાં જોવા મળે છે .
અંગ્રેજ ઇતિહાસકારોનો "અંગ્રેજી સામ્રાજ્યનો સ્થાપક " ઉર્ફે ડેલહૌસી સાકરે ઝેર વીંટીને ભારતના રજવાડાને ખવડાવતો રહ્યો .
જેમ રંગમંચ પર કોઈ નાટક કરતા પહેલા તેમની પ્રેક્ટિસ કરવામાં આવે છે એમ ૧૮૦૮ થી આઝાદીના ખેલની પ્રેક્ટિસ કરવામાં આવી હતી , જે ક્યાંક હજુ પણ ચાલુ છે .

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111563287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now