સમાજનું બોલતું , ચાલતું , લાગણીશીલ અને જેને પુર્ણ અભિવ્યક્તિ છે એવું પ્રાણી એટલે "માણસ" . જેમાં તમે અને હું , સમાજમાં રહેતા મનચળ માથા પણ સામેલ છે .
જેમ જેમ દુનિયા નવી દિશા તરફ આગળ વધવા લાગી તેમ તેમ માણસના સ્વભાવ બદલાયા , પોતાની વિચારધારા બદલાય , છુટો છવાયો ફરતો માણસ ભિડભાડમા રહેવા લાગ્યો . જેને બનાવ્યા તેનું જ કંઈ રીતે સર્જન થયું , તે છે કે નહી , અને છે તો કયા છે , કેવી રીતે રહે છે , તે શુ કરે છે , તેનો માનવ સમાજ પર કેટલો પ્રભાવ તે જાણવાનો પ્રયાસ કરવા લાગ્યો . પોતાના અસ્થિત્વને ટકાવી રાખવા બીજાના અસ્થિત્વ પર તરાપ મારવા લાગ્યો . અંતે પોત જ સુત્ર આપ્યું , નાનું પ્રાણી મોટા પ્રાણીનો ભોગ લે છે , અને આ રીતે જ પુરુ સર્જન ચાલે છે . પણ હકીકત એવી છે કે માણસ પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદે જાય છે , કોઈપણ જાનહાની કરી શકે છે .
જે રીતે સર્જન થયું , જેમાં લાખો કે કરોડો વરસ લાગ્યા , તેનું પતન કરવા થોડી જ મિનીટ કે કલાકમાં માનવ પ્રલય કરે એવા હથિયારો વિકસાવ્યા . આજે પુરી દુનિયા હાઇડ્રોજન બોમ્બ અને અણુ બોમ્બની ધગધગતી શિલા પર બેઠી છે . ક્યારે કોણ તે શિલા તોડી માનવ હોનારત સર્જે તે કહેવું મુશ્કેલ છે . યાદ એ પણ રાખવું રહ્યું કે કુરુક્ષેત્રના ભિસણ યુદ્ધ પછી શ્રી કૃષ્ણને પણ અંતે સ્વીકારવું રહ્યું કે "પુરી દુનિયા બસ એક નામ પર જ ચાલસે એ છે પ્રેમ" .
પોતાનુ આયુષ્ય લાંબું થાય એ માટે બીજાનું આયુષ્ય ખતમ કરવામાં આવે છે , પોતાના બાળકના રોગ કે માંદગી દુર કરવા બીજાના બાળકની બલિ આપવામા આવે છે . કુદરતનું સર્જન અને તેની લાગણી બધા જીવ માટે સમાન છે , તો પણ માણસ એક એવું પ્રાણી છે જે આ ચક્રને વિક્ષેપ કરે છે . આજ સુધી કોઈએ એ વાત સાંભળી કે "કોઈ બકરીનું બાળક બિમાર પડ્યું ને માનતામાં કોઈ માણસની બલિ આપવાની વાત કરી ?" ના , એ નહી કરે કારણ કે એ જાણે છે પોતાના સ્વાર્થ માટે બીજાને હણી નાખવુ અયોગ્ય છે . દિવસે ને દિવસે જંગલી પ્રાણી ગામો કે શહેરમાં આવવા લાગ્યા , માનવ મેદની પર હુમલો કરવા લાગ્યા , તેના કારણમાં પણ માનવ જ જવાબદાર છે એ વાત આપ સૌ સારી રીતે જાણો જ છો .
જો કુદરત પુરી સૃષ્ટિને સમાન હક કે સમાન અધિકાર આપતો હોય તો તેના વિરુધ કેમ જવુ જોઈએ ? કે પછી પછી તે સર્જનહાર ને પણ ખ્યાલ નહતો કે " આ મે જે સર્જન કર્યું છે તેમાં મારા સમયચક્ર વિરુધ માણસ ચાલવા લાગશે , પોતાની ઈચ્છા પુર્ણ કરવા મારા સર્જનનો ભોગ લેવા લાગશે , જેને સ્વતંત્ર વિચારધારા આપી તે જ માણસ પહેલો પ્રયોગ આ દુનિયા પર કરશે , અરે આ શુ માણસને સ્વાર્થ આ દુનિયા પુરતો મર્યાદિત નથી રહ્યો , ગગનને છેદી નાંખે એવા યંત્રોનું ઉત્પાદન કરવા લાગ્યો , જ્યા કોઈ પક્ષી પણ નથી પગ રાખી શકતું એવા મંગળ અને ચંદ્ર જેવા ગ્રહ ઉપગ્રહ પર આવી પહોંચ્યો છે ."
મનોજ સંતોકી માનસ