#પસ્તાવો
વીતી ગયેલી કાલ નો
પસ્તાવો તું હવે છોડી દે....
થઇ ગયેલા કર્મ ને યાદ કરી
રડવા નું હવે ત્યાગી દે
ઈશ્વર પર રાખ ભરોસો 'ને
વીતી ગયેલી કાલ નો
પસ્તાવો તું હવે છોડી દે....
નસીબ હતું તે મળ્યું છે
નથી મળ્યું જે, તે જ કદાચ યોગ્ય હશે
એમ માની ખુશ થતા તું હવે શીખી લે
વીતી ગયેલી કાલ નો
પસ્તાવો તું હવે છોડી દે....
ભૂતકાળ ના ગમ માં
વર્તમાન 'ને ભવિષ્ય બગાડવાનું હવે બંધ કર
વર્તમાન માં જીવતા શીખ 'ને
વીતી ગયેલી કાલ નો
પસ્તાવો તું હવે છોડી દે....
-પર્લ મહેતા