#પસ્તાવો
પાકટ મારી આ અવસ્થા ,
ને ખરવાની છે ઉંમર ,
એક પસ્તાવો જીવનમાં હવે થયો,
ન કીધી કોઈની કદર.
બાળપણ મારું ના સમજથી રહ્યું ભર્યું,
જુવાનીમાં ન ગાંઠી એકેય વાતો,
માતાપિતાના અનુભવ અનુરોધની,
ને ઘડપણ ગયું વિફળ ,
નવ કરી ભક્તિ રામ તારા નામની.
હવે પસ્તાય ,ઘડી ન આવે કોઈ કામની,
શું જીવ્યો? શું મર્યો?
સઘળું જીવન કાઢ્યું મેં વ્યર્થ.
###### હેતલ ગોહિલ ચૌહાણ