ભલે ઊંડું જળ હશે પરપોટો આવશે તો ખરું,
કરેલી ભૂલ છે, હવાનો પરપોટો ફૂટશે તો ખરું.
ભૂલને દાબી દઈ સંતાળવા મથે છે, શું તે ખરું?
અરિસે ઉપસી આવશે છબી, તને દેખાય તે ખરું.
ભૂલ ભરેલી, જિંદગી તને સમજાય તો ખરું,
કરેલી ભૂલ , ફરી વખત ના થાય તો ખરું.
ભૂલથી થયેલ ભૂલોનું ય ધોરણ થાય તો ખરું,
કરેલી ભૂલનો પસ્તાવો કર, તે થાય તો ઘણું.
#પસ્તાવો