🧡❤ જાતને છેતરી થાક લાગે હવે ,
ક્ષણ બધી વેડફી થાક લાગે હવે...
બાણ શૈયા ઉપર આખરી છે મુકામ ,
આવી જા અબઘડી થાક લાગે હવે...
સ્વપ્નની હોડમાં હાફશે લાગણી ,
શ્વાસ ખા બે ઘડી, થાક લાગે હવે...
પાનું બદલાય પણ એજ એ વારતા,
ક્યાં કશી લાગણી ? થાક લાગે હવે...
મેં ગુમાવી હશે તક કબુલ દોસ્ત પણ ,
યાદ તું કર નહી , થાક લાગે હવે...!!! 🧡❤