*🏠ઘર*
*એક સરસ મઝાનું ઘર,*
*એમાં વસે એક નારી અને નર,*
*એક બીજાને હસે હસાવે,*
*જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર..*
*ત્યાં ઓચીંતું એક દિવસ ,*
*હાથ લાગ્યું એક યંત્ર,*
*હવે ના કોઈ હસે ,ના કોઈ રમે*
*છિન્નભીન્ન થયું ઘરનું તંત્ર,*
*ના કોઈ સાંભળે ,ના કોઈ બોલાવે*
*બસ રાત દિવસ જપે મોબાઈલ મંત્ર.......*
*રહે એક જ ઘરમાં તોય,*
*જાણે જોજન અંતર,*
*દુનિયાના પળ પળની ખબર,*
*દૂર થયા એકબીજાના અંતર,*
*લાગણી પ્રેમ મરતા રહ્યા,*
*સંબંધોમાં વધતું રહ્યું અંતર......*
*એપ્સ ફેરવે , ટાઈપીંગ કરે ,*
*ઢગલાબંધ ઈમોજી મોકલ્યા કરે*
*Fb આખો દિવસ જોયા કરે,*
*અજાણ્યા ચહેરાને* *રિકવેસ્ટ મોકલ્યા કરે,*
*એકબીજા સામે ભસ્યા કરે,*
ખોટેખોટું હસ્યા કરે,*
*હવે ના કોઈ હાસ્ય કે ના કોઈ કલરવ,*
*ના કોઈ મસ્તી કે ના કોઈ ગુંજારવ,*
*બેટરી ખતમ થતી રહી.....*
*સંબંધો ખોખલા થતા રહ્યા....*
*તમને શું લાગે છે ,,,,,,,?*
*ચાર્જ કરવાની જરૂર કોને ???*
*મોબાઇલને .....કે સંબંધોને......?*
*🤝🏽 લાગણી ના સરનામા અને આપણે 🤝🏽*