Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણા મહિના પહેલા WHO ના એક વડાએ કહ્યુ હતું કે આવતા ચાર મહીના પછી ભારતમાં કોરોનાના કેસો ઘણા બધા વધી શકેછે...
ભલે આજ ઘણા ઓછા દેખાઇ રહ્યા હોય પણ એક સમય એવો આવશે કે ભારતમાં દરરોજ કેસો કુદકે ભુસકે વધતા જશે ત્યારે તે દુનિયામાં પહેલા નંબર ઉપર આવી જશે ને ખરેખર આજ ભારત ત્રીજા નંબરથી કુદીને બીજા નંબર ઉપર આવીને ઉભોછે...તો વિચારો બીજા બે ત્રણ મહીના પછી ભારતની શી દશા હશે!
હવે તો ભારત સરકાર પોતાના અર્થતંત્રને ઉપર લાવવા તે હવે બસ, રેલ્વે, સ્કુલ ને આંતરરાષ્ટ્રીય હવાઇ સેવા પણ ચાલુ કરવા જઇ રહ્યુ છે!
આજ હોટેલો, મોલ, મંદિરો, દરેક પ્રકારના બજારો હવે રાબેતા મુજબ ખુલ્લી ગયાછે જાણે લોકડાઉનનો શબ્દ જ હવે કાયમ માટે જાણે ભૂંસાઇ ગયો હોય તેમ લાગી રહ્યુ છે
લોકો હવે કોરોનાની ચિંતા કર્યા વગર પોતપોતાનું જીવન સામાન્ય રીતે જીવી રહ્યા છે આજ પણ પચ્ચાસ ટકા જનતા હજી પણ માસ્ક પહેરતી નથી કે નથી કોઇ બે વચ્ચે ડિસ્ટન્સ જાળવતી! હજી તો ઘણા લોકોને સેનીટાઇઝર શું છે તે પણ ખબર નથી! બસ કોરોના છે તે જ ખબર છે તેનાથી બચવા શુ કરવુ જોઇએ ને શુ ના કરવુ જોઇએ એ પણ જાણતા નથી!
જો આવુ ને આવુ રહ્યુ તો એક દિવસ ભારત કોરોના કેસોમાં દુનીયાના લીસ્ટમાં નંબર વન ઉપર આવીને ઉભો રહેશે તે નકકી જ છે ત્યારે ઘણુ મોળું થઇ જશે તેને ફરી કંન્ટ્રોલ કરવા માટે!
સરકાર તેનું કામ કર્યે જાયછે પણ હવે ભારતની પ્રજાએ સચેત રહેવાની જરુર છે તેના માટે દરેક નિયમોનું પાલન કરવાની જરુર છે
આજે ઘણા લોકો કોરોનાથી સાજા પણ થઇ જાય છે તો ઘણા લોકોના મરણ પણ થઇ જાયછે ને એવુ જરા પણ કોઇ ના વિચારતા કે એક વાર કોરોના મટી જાય તો ફરી તે થતો નથી! કોરોના ફરી પણ થઇ શકેછે ને જો પહેલા બચી ગયા હો તો બીજાવાર થવાથી મોત પણ થઇ શકેછે
આથી જ કોરોના વાયરસને ખુબ ગંભીરતાથી લેવો જોઇએ...
તેથી જ હમેશાં માસ્ક પહેરો ને બે વચ્ચે અંતર જરુર રાખો એજ કોરોનાથી બચવા માટેના મુખ્ય બે રસ્તાઓછે.

Gujarati Thought by Harshad Patel Pij : 111562835
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now