મેં શીખ્યું છે
મેં લોકોના કટુ વચનોને દિલ પર ના લેવાનું શીખ્યું છે
મેં તેમને આયનો દેખાડવાની જહેમત કરવાનું છોડ્યું છે
મેં લોકોના કટાક્ષને કાને નહી ધરવાનું શીખ્યું છે
મેં તેમને બેઇજ્જતીને પણ લાયક માનવાનું છોડ્યું છે
મેં લોકોના મેણાટોણાને અવગણવાનું શીખ્યું છે
મેં તેમના અસ્તિત્વની પણ નોંધ લેવાનું છોડ્યું છે
-હીના પટેલ